મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા-માંડવી રસ્તા ઉપર આવતું ચિખલવાવ ગામના સીમમાં ઇક્કો ગાડી અડફેટે એકટીવા ચાલક આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વ્યારા-માંડવી રસ્તા ઉપર આવતું ચિખલવાવ ગામના સીમમાં તા. તા.૨૭/૧૦/૨૦૨૨ નારોજ એક ઇકો ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૨૬/એબી/૨૭૧૬નો ચાલક પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લઇ આવી એકટીવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ ચાલક રવિન્દ્રભાઇ મનુભાઇ ગામીત (ઉ.વ.૬૧) રહે.ચિખલવાવ, પેટકી ફળીયું, તા-વ્યારા નાઓને માથાના ભાગે તથા ડાબા પગે ગંભીર ઇજા પહોંચી હતી.
જોકે ઇક્કો ગાડીનો ચાલક પોતાની ગાડી મુકી નાશી ગયો હતો. આ અકસ્માતમાં રવિન્દ્રભાઇ ગામીતને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ વ્યારા જનરલ હોસ્પીટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સ્મિમેર હોસ્પીટલ સુરત ખાતે લઈ ગયેલ જ્યા સારવાર દરમ્યાન ૨૭/૧૦/૨૦૨૨ના કલાક-૨૨/૩૦ વાગ્યે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રિયંકાબેન પરમાર (રહે.ચિખલવાવ, પેટકી ફળીયું, વ્યારા) નાઓની ફરિયાદનાં આધારે વરાછા પોલીસ મથકે ૦નંબરથી બનાવ દાખલ કરી તા.૩૦/૧૦/૨૦૨૨ રોજ કાકરાપાર પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ઇક્કો ગાડી નંબર જીજે/૨૬/એબી/૨૭૧૬નો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500