Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજા ગામેથી મોપેડ ઉપર દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

  • July 10, 2021 

ઉચ્છલ તાલુકાનાં ભડભૂંજા ગામમાંથી ઈંગ્લીશ દારૂની 96 બોટલો સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી શુક્રવારે બીટ નંબર-2 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, ભડભૂંજા ગામના લોન્જ ફળીયા તરફ જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી.

 

 

 

તે સમય દરમિયાન બાતમીવાળી મોપેડ ગાડી નંબર જીજે/26/એસી/2119 આવતા તેને અટકાવી મોપેડ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ કાંતુભાઈ નાથુભાઈ ગામીત રહે.ડોસવાડા ગામ, બંગાળી ફળિયું, સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા મોપેડ ગાડીના આગળના ભાગે એક ખાખી કલરનો બોક્ષ માંથી અને ગાડીની ડીકી માંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 6 હજાર તેમજ ગાડીની કિંમત રૂપિયા 40 હજાર મળી કુલ રૂપિયા 46 હજારનો મુદામાલ જપ્ત કરી કાંતુ ગામીત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application