નિઝર તાલુકાનાં નેવાળા ગામનાં પ્રેમી પંખીડાએ જુના નેવાળા ગામની સીમમાં આમલીનાં ઝાડ ઉપર દોરડા વડે પોતે જ ગળે ફાંસો લઈને જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિઝર તાલુકાનાં નેવાળા ગામમાં રહેતા ગણેશભાઈ દિપકભાઈ પાડવી (ઉ.વ.21) અને રંજનાબેન મનીષ પાડવી (ઉ.વ.20) નાઓ બંને છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાથી બંને પ્રેમી પંખીડા પતિ પત્ની તરીકે રહેવા માટે નક્કી કરતા પ્રેમી ગણેશભાઈ અને પ્રેમિકા રંજનાબેન સાથે ગતરોજ મોડી રાત્રે પ્રેમીનાં ઘરે ગયા હતા, પરંતુ પ્રેમીનાં પિતા દિપકભાઈ કરમસિંગભાઈ પાડવીને આ સંબંધથી ખુશ ન હતા.
જેથી તેમના પુત્રને બંનેનાં પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતાં પ્રેમી પંખીડાનાં મનમાં ખોટું લાગી આવ્યું હતું અને ઘરેથી નીકળીને જુના નેવાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ ઉદ્દવહન સિંચાઈ યોજનાની ઓફિસની પાછળ આવેલ આમલીનાં ઝાડની ડાળી ઉપર પ્રેમી પંખીડાએ દોરડા વડે પોતે જ ફાંસો લઈને આપઘાત કર્યો હોવા અંગેની ફરિયાદ નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જયારે મરણ જનાર યુવકનાં પિતા દિપકભાઈ પાડવીનાં જણાવ્યા મુજબ તેમના પુત્ર ગણેશભાઈ અને નેવાળા ગામનાં રહેવાસી મનીષભાઈની પુત્રી રંજનાબેન બંને સાથે જ ગતરોજ તેમના ઘરે મોડી રાતના આશરે એકાદ વાગ્યાનાં અરસામાં આવ્યા હતા. તેમજ પુત્રએ પિતાને કીધું હતું કે, ‘રંજનાને હું પ્રેમ કરું છું’ અને જેથી અમે બંને પતિ પત્ની તરીકે સાથે જ રહેવાના છે. પરંતુ પિતાએ પુત્રને જણાવેલ કે પરિવારનાં સભ્યોને પૂછ્યા વગર તમે કેમ રંજનાને ઘરે લઈ આવ્યા છો, તેમજ પિતાએ પુત્રને કીધું કે, તમારા પ્રેમ સંબંધથી હું ખુશ નથી. મારે પણ સમાજમાં જવાબ આપવાનો થાય છે આવું કહ્યું હતું.
જેથી પ્રેમી પંખીડાનાં મનમાં ખોટું લાગી આવતા બંને પ્રેમી પંખીડાએ વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા અને જુના નેવાળા ગામની સીમમાં આવેલ આમલીનાં ઝાડની ડાળી ઉપર દોરડા વડે જાતે જ ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ હોવા અંગેની ફરિયાદ દિપકભાઈ કરમસિંગભાઈ દ્વારા નિઝર પોલીસ મથકે આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500