વ્યારાના બોરખડી ખાતે આવેલ ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે 8-માર્ચ અંતરાષ્ટ્રીય મહિલા દિવસ, નિમિતે ભેટ સ્વરૂપમાં છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે. મુંબઈની સંસ્થા દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકો બિરદાવી રહ્યા છે.
વ્યારા તાલુકાના બોરખડી ગામમાં સરકારી સ્કૂલમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતી આશરે 160 જેટલી દીકરીઓ માટે છાત્રાલય ની સુવિધા ઊભી કરવામાં આવી. છેલ્લા 4 વર્ષથી આ ફક્ત વિચારને કેમ અમલ મુકાશે એ મથામણમાં આચાર્ય અને સ્કૂલના ટ્રસ્ટી મુંઝવણમાં હતા. આખરે આ કાર્યને મુંબઈ સ્થિત વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ, થાણે ડીસ્ટ્રીકટ બીજલબેન જગડ, મહિન્દ્રભાઈ ગડા, ઘાટકોપર મહિલા મંડળ અને એમના સાથીદારોના સહકારથી બોરખડી ખાતે ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલય ઊભી કરવામાં આવી. મુંબઈની સંસ્થા દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકો બિરદાવી રહ્યા છે અને લાભાર્થીઓએ આભાર વ્યકત કર્યો હતો. બીજલ બેન અને એમના મિત્રોએ સાથે મળી આ કર્યા ને પાર પાડ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500