Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ભીમપુરા ગામે શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં લાગી આગ

  • August 30, 2021 

સોનગઢ-ઉકાઈ રોડ ઉપર આવેલ ભીમપુરા ત્રણ રસ્તા પાસે મનીષભાઈ બોનદલિયાભાઈ ગામીત જે ટેલરીંગ કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. મનીષભાઈ રોજિંદા ક્રમ મુજબ ગત તા.28મી ઓગસ્ટના રોજ રાત્રિના સમયે પોતાની ટેલરીંગની દુકાન બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ લગભગ સવારના પાંચ વાગ્યાના સમયે તેમની દુકાનમાં ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને આ આગ અંગેની જાણ આસપાસના લોકોને થતા તે દોડી આવ્યા હતા અને પાણીથી આગ ઓલાવી હતી આગ વધુ પ્રસરે તે પહેલા જ સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવી લીધી હતી. જયારે આ આગમાં ગ્રાહકોના સીવેલા કપડા, દુકાનમાં રાખેલ સિલાઈ મશીન અને ઈલેક્ટ્રિક અસ્ત્રી, ટેબલ સહિતનું ફર્નિચર બળી જતા મનીષભાઈને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application