મનિષા સુર્યવંશી/વ્યારા : નિઝર તાલુકાનાં લક્ષ્મીખેડા ગામે એક ઈસમે મહિલાને ગંદી ગાળો આપી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝરનાં લક્ષ્મીખેડા ગામનાં પટેલ ફળિયામાં રહેતા રમીલાબેન માનસિંગભાઇ વળવી નાઓના ઘરનાં આંગણામાં ગુરૂવારનાં રોજ શંભુભાઇ જેસમીયાભાઇ વસાવે (રહે.લક્ષ્મીખેડા ગામ, નિઝર) નાએ અર્ચનાબેન વિકાસભાઇ પાડવી નાને જઈ કહેવા લાગેલ કે, તારા પતિ વિકાસે મારી છોકરી કુંજનનો બળાત્કાર કરી જીંદગી ખરાબ કરેલ છે.
તેમછતાં તુ મારી છોકરી કુંજન સાથે કેમ બોલાચાલી અને ઝઘડો કરતી હતી તેમ કહી શંભુભાઇએ અર્ચનાબેનને ગંદી નાલાયક ગાળો આપી અને ઢીકમુક્કીનો મારમારી તથા શંભુભાઇએ દાંતરડા વડે અર્ચનાબેનને જમણા હાથની હથેળી તથા આંગળીનાં ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અર્ચનાબેનને ડાબા હાથની આંગળીઓ ઉપર તથા કપાળ ઉપર તથા છાતીનાં ડાબા ભાગે પણ સામાન્ય ઇજા આવી હતી.જયારે રમીલાબેનનાં પણ પીઠનાં ભાગે દાતરડા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ બંને મહિલાઓને 108ની મદદથી નિઝર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, પરંતુ અર્ચનાબેનને વધુ સારવાર માટે નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે રમીલાબેન વળવી નાએ નિઝર પોલીસ મથકે શંભુ જેસમીયાભાઇ વસાવે (રહે.લક્ષ્મીખેડા ગામ, નિઝર)નાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ ASIએ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500