Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ‘મિલેટ કી રંગ બેરંગી થાલી’ થીમ હેઠળ મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ

  • October 06, 2023 

તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સંકલ્પ સપ્તાહ અંતર્ગત આઇ.સી.ડી.એસ વિભાગ તાપી દ્વારા તમામ આંગણવાડીમાં આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેને અનુલક્ષીની આજરોજ નિઝર અને કુકરમુંડા તાલુકા સહિત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા, ધાત્રી, કિશોરી બાળકોની આરોગ્ય તપાસ રસીકરણ, સખી મંડળના બહેનો સાથે રહી બાળકોની વજન-ઉચાઈ, ગોદ ભરાઈ, અન્નપ્રાસન, મિલેટ વાનગી સ્પર્ધા, સરગવાનું રોપણ,પૌષ્ટિક બગીચા, જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ૧૭૦ આંગણવાડી કેન્દ્ર ખાતે SHGના બહેનો સાથે સંકલન કરી ૦ થી ૫ વર્ષના કુલ બાળકોનુ સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી હતી.



જેમાં ૮૬૬૯ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ સગર્ભા બહેનોની સુપોષણ સંવાદ દિવસની ઉજવણી અને ગોદ ભરાઇ કાર્યક્રમ, સગર્ભા માતાનુ સ્ક્રિનિંગ કામગીરી, ધાત્રી માતાનુ સ્ક્રિનિંગ, કિશોરીનુ સ્ક્રિનિંગની કામગીરી, ૬ માસ પુર્ણ થતા બાળકોને અન્નપ્રસાન દિવસે ઉપરી આહારની શરૂઆત કરી ઉપરી આહાર અને અન્નપ્રસાનના મહ્ત્વ અંગે સમજ આપવામાં આવી હતી. તથા આંગણવાડી કેન્દ્ર અને લાભાર્થીના ધરે સરગવાના છોડનુ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂમકીતળાવ અને ગંગથા ગામ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત સેજાકક્ષા એ “મિલેટ કી રંગ બેરંગી થાલી” થીમ અંતર્ગત મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ હતી.



આ વાનગીઓને ખાસ કરીને કિશોરીઓ દ્વારા સેજા કક્ષાએ મિલેટમાથી બનતી વાનગીઓનું નિદર્શન કરાવી તેને ભોજનમા શામેલ કરવા સમજ કેળવવામાં આવી હતી. નોંધનિય છે કે, નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકાઓના વિકાસ માટે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાંથી 13 તાલુકાઓ પસંદ થયા છે. જે અંતર્ગત તાપી જિલ્લાનો નિઝર અને કુકરમુંડા તાલુકાનો પણ એસ્પિરેશનલ બ્લોકસમાં સમાવેશ થાય છે. એસ્પિરેશનલ બ્લોકસ પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગ દ્વારા તા.૩ થી ૯ ઓક્ટોબર દરમિયાન સંકલ્પ સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.



જે અંતર્ગત તા.૩ ઓક્ટોબરના રોજ "સંપૂર્ણ સ્વાસ્થ્ય એક સંકલ્પ", તા.૪ ઓક્ટોબરના રોજ "સુપોષિત પરિવાર", તા.૫ ઓક્ટોબરના રોજ "સ્વચ્છતા એક સંકલ્પ", તા.૬ ઓક્ટોબરના રોજ "કૃષિ મહોત્સવ", તા.૭ ઓક્ટોબરના રોજ "શિક્ષા એક સંકલ્પ", તા.૮ ઓક્ટોબરના રોજ "સમૃદ્ધિ દિવસ" અને તા.૯ ઓક્ટોબરના રોજ "સંકલ્પ સપ્તાહ સંમેલન"નું આયોજન નીતિ આયોગ દ્વ્રારા નક્કી કરેલ તમામ એસ્પિરેશનલ બ્લોક ખાતે આઅયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સ્થાનિક શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, ગ્રામ આગેવાન, સરપંચશ્રી,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત વિવિધ પધાધિકારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application