Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ પોલીસ સ્ટેશનના હુમલાના ગુન્હામાં સંડોવાયેલા ૨ વોન્ટેડ આરોપી ઝડપાયા

  • June 23, 2024 

સોનગઢના ઉકાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જીવલેણ હુમલાના ગુન્હામાં સંડોવાયેલ ૨ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી છે. તાપી જિલ્લા એલસીબી/પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો તા.૨૩મી જુના નારોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ બાતમીના આધારે સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ ખાતેથી ઉકાઈ પોલીસ સ્ટેશનના હુમલાના ગુન્હામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ (૧) રાજેરાભાઇ ગણેશભાઇ ઘોબી હાલ રહે.૩૦૧, બ્લોક-ડી, સંતોક રેસીડન્સી, માનસરોવર, ડીંડોલી, સુરત શહેર મૂળ રહે.પાથરડા, કોન્ટ્રાક્ટર કોલોની, રૂમ નં.૪-એ/૧૫, સેક્ટર-૪, ઉકાઈ તા.સોનગઢ જી.તાપી તથા (૨) સચીન ગણેશભાઈ ઘોબી રહે.પાથરડા, કોન્ટ્રાક્ટર કોલોની, રૂમ નં.૪-એ/૧૫, સેક્ટર-૪, ઉકાઈ તા.સોનગઢ જી.તાપી નાઓને ઝડપી પાડી નિયમોનુસાર કાર્યવાહી સારૂ બંને આરોપીઓને સોનગઢ પોલીસ સ્ટેશન સોંપેવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application