Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : નિઝર અને સોનગઢ તાલુકામાંથી જુગાર રમતા 14 જુગારીઓ ઝડપાયા, એક વોન્ટેડ

  • September 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં નિઝર અને સોનગઢ તાલુકા માંથી રવિવારના રોજ જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરના નવલપુર ગામમાં રહેતા ભાસ્કરભાઈ સુપરસિંગભાઈ વળવી નાઓના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં પૈસા વડે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા 3 જુગારીઓને જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



જયારે બીજા બનાવમાં સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ચિમેર ગામનાં કારબારી ફળિયામા અખાતીયાભાઈ બદલીયાભાઈ ગામીતના બંધ પડેલ ઘરના ઓટલા પર જાહેરમાં દેવસિંગ રાડિયાભાઈ કોંકણી નામનો ઈસમ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર પૈસા વતી હારજીતનો જુગાર રમાડે છે જે બાતમીનાં આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જઈ જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી જુગાર રમવાના સાધનો, મોબાઈલ અને રોકડ રૂપિયા મળી 6,150/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે નિલેશ જીર્યાભાઈ ગામીત નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે 14 જુગારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 


નવલપુર ગામમા જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...

1.ભાસ્કર સુરપસિંગભાઈ વળવી,

2.વિનાયક આપસિંગભાઈ વળવી અને

3.વિનોદ માહરૂભાઈ નાઈક.



ચિમેર ગામના કારબારી ફળિયામાં જુગાર રમતા ઝડપાયેલ 11 જુગારીઓ...

1.દેવસિંગ રડિયાભાઈ કોંકણી (રહે.ચિમેર ગામ, કારબારી ફળિયું, સોનગઢ),

2.લગીન ખલપાભાઈ ગામીત (રહે.ચિમેર ગામ, કારબારી ફળિયું, સોનગઢ),

3.નૈનેશ ઈસર્યાભાઈ ગામીત (રહે.ચિમેર ગામ, દેવળ ફળિયું, સોનગઢ),

4.રાકેશ નવસીયાભાઈ કોંકણી (રહે.ચિમેર ગામ, દેવળ ફળિયું, સોનગઢ),

5.હીરજી દીનાભાઈ ગામીત (રહે.ચિમેર ગામ, દાદરી ફળિયું, સોનગઢ),

6.જયસિંગ ધનજીભાઈ નાઈક (રહે.ચિમેર ગામ, બંગલા ફળિયું, સોનગઢ),

7.મહેશ લેડાણીયા પવાર (રહે.ચિમેર ગામ, સ્કુલ ફળિયું, સોનગઢ),

8.કિશન કામુ નાઈક (રહે.ચિમેર ગામ, કારબારી ફળિયું, સોનગઢ),

9.મોહન નાથુભાઈ કોંકણી (રહે.ચિમેર ગામ, કારબારી ફળિયું, સોનગઢ),

10.વિરલ વસુભાઈ ગામીત (રહે.ચિમેર ગામ, કારબારી ફળિયું, સોનગઢ) અને

11.દિનેશભાઈ મોલ્યાભાઈ નાઈક (રહે.ચિમેર ગામ, કારબારી ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application