વ્યારા તાલુકાના ખુરદી ગામમાંથી એક મહિલાએ ફોન કરી જણાવેલ કે, તેમના પતિનું અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે જેથી તે તેમની સાથે લડાઈ ઝઘડા કરી હેરાનગતિ કરે છે તેમજ ઘર ખર્ચ માટે પૈસા નથી આપતા જેથી તેમને સમજાવવા માટે મદદની જરૂર છે કેસ મળતા તાપી 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને મળી તમામ હકીકત જાણી તો જાણવા મળ્યું કે તેમના પતિની ઉંમર 50 વર્ષ છે અને તેમની બે દીકરીઓ છે જે જેમના લગ્ન થઈ ગયેલ છે અને તેમના પણ બાળકો છે પીડીતાના પતિનો જલાવ લાકડાનો ધંધો છે જે કામ કરવા અલગ અલગ ગામમા જતા હોય છે.
હાલ તેમણે વાલોડ તાલુકાના એક બેન સાથે પ્રેમસંબંધ છે જેની સાથે કાયમ ફોન પર વાત કરે છે અને તેમની તમામ જરૂરિયાત પૂર્ણ કરે છે ઘરે પીડિતાને શારીરિક માનસિક ત્રાશ આપે છે તેમજ દીકરી જમાઈ સાથે ઝગડા કરી ઘરમાંથી કાઢી મૂકે છે તેમજ ખેતીમાં અનાજ પાકવે છે એ વેચી નાંખે છે એમ પીડિતાની તમામ હકીકત જાણી તેમના પતિને સ્થળ પર બોલાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને જણાવ્યું કે લગ્ન બહારના સંબંધો રાખવા એ કાયદેસર ગુનો છે તેમજ ઘરમાં પત્નીને શારીરિક માનસિક ત્રાશ આપવો એ પણ ગુનો બને છે જે વિસે કાયદાકીય સમજ આપી. પીડીતાને સ્થળ પર કાયદાકીય સમજ આપી તેમજ મહિલા સહાયતા કેન્દ્ર અને પોલીસ કાર્યવાહી વિશેની માહિતી આપી. લાંબાગાળાના કાઉન્સિલરની જરૂરિયાત જણાવતા કાર્યવાહી માટે મહિલા સહાયતા કેન્દ્ર પી.બી.એસ.સી. ટીમ તાપીને આગળ કાર્યવાહી માટે સોંપેલ છે જયાંથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application