Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીઆરસી ભવન આહવા ખાતે તાલુકા કક્ષાનો ઓનલાઇન એજયુકેશન ઇનોવેશન ફેસ્‍ટીવલ યોજાયો

  • December 17, 2020 

કોવિડ-૧૯ મહામારીમા પણ મોટા ભાગના શિક્ષકોએ શાળા અને ગ્રામ્‍ય કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યા છે. શિક્ષકોના આ નવતર પ્રયોગોને મંચ આપવા માટે, અને તાલુકાના શિક્ષકોને શિક્ષકોને પ્રોત્‍સાહન મળી રહે તે માટે તાજેતરમા જીસીઇઆરટી ગાંધીનગર, અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇના સંયુકત ઉપક્રમે તાલુકા કક્ષાનો "ઓનલાઇન એજયુકેશન ઇનોવેશન ફેસ્‍ટીવલ" બીઆરસી ભવન આહવા ખાતે યોજવામા આવ્યો હતો.

 

 

 


નવતર પ્રવૃતિ એટલે એક એવી પ્રક્રિયા કે જે બાળકોના અભ્‍યાસને પ્રભાવિત કરે, જે સ્‍વધ્‍યયન-અધ્‍યાપન પ્રક્રિયામાં પરિવર્તન લાવે જે બાળકોની વાંચન, લેખન, ગણન પ્રક્રિયા કે સરળ અને રસપ્રદ બનાવે તેમજ બાળકોની નામાંકન અને સ્‍થાયીકરણમાં નોંધપાત્ર વધારો થાય, જેનાથી વિધાર્થી અને શાળાના સર્વાંગી વિકાસમા ભાગીદારીતા વધે. આમ, નવતર પ્રવૃતિ સમસ્‍યા અને જરૂયાતમાંથી ઉદભવેલુ એક પધ્‍ધતિસરનુ કાર્ય છે. કોઇ પણ ગમે તેટલી શ્રેષ્‍ઠ નિવડેલી શિક્ષણ વ્‍યવસ્‍થા ભલે કેમ ન હોય તે પણ હંમેશા સમસ્‍યાઓનો સામનો કરે છે, અને તેજ તેની ગુણવતામાં વધારો કરે છે.

 

 

આ સમસ્‍યાઓ ગમે તે પ્રકારની હોય તો પણ તેનો ઉકેલ જરા હટ કે વિચારસરણીમા છે. આમ, કોઇ પણ નવતર વિચાર એ કોઇ પણ સમસ્‍યાઓના ઉકેલનુ મુળ છે એમ, ડાયેટના પ્રાચાર્ય શ્રી ર્ડા.બી.એમ.રાઉતે માર્ગદર્શન પૂરૂ પાડતા જણાવ્યું હતુ.

 

 


આ ઇનોવેશન ફેરમા ડાયેટના પ્રાચાર્ય શ્રી ર્ડા.બી.એમ.રાઉત, શ્રી એ.બી.પટેલ, ટી.પી.ઇ.ઓ. શ્રી વિજયભાઇ એસ.ગાયકવાડ, બીઆરસી કો.ઓ. કનકસિંહ જાદવ સહિત સીઆરસી, અને શિક્ષકો ઓનલાઇન માધ્‍યમથી જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application