Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના માંડવી તાલુકાની ફળીગ્રામ પંચાયત કચેરીનો તલાટીકમ મંત્રી લાંચ લેતા પકડાયો

  • August 02, 2024 

સુરત-માંડવીના ફળીગ્રામ પંચાયત કચેરીનો તલાટીકમ મંત્રી સંજયભાઇ પોપટભાઇ પટેલ રૂપિયા ૩૫ હજારની લાંચ સ્વીકારતા આજરોજ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.



એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીએ વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપી વદેશીયા ગ્રામ પંચાયતની કચેરીનો વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતા હોય આરોપીએ રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવાનું નકકી થયેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એસીબી નો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ આપી હતી,ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આજરોજ એટલે કે,તા.૦૨/૦૮/૨૦૨૪ નારોજ ફળી ગ્રામ પંચાયતની કચેરીનાં પગથિયાની બાજુમાં આરોપી સંજયભાઇ પોપટભાઇ પટેલએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application