Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી કરો, નહી તો વાલોડમાં વિપક્ષના સભ્યો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે- શું છે મામલો ? વિગતે જાણો

  • September 28, 2022 

વાલોડ તાલુકામાં સરકારી ગાઈડલાઈન મુજબ યોજનાકીય વિકાસના કામો ફાળવવામાં આવે તે બાબતે તાલુકા પંચાયતના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.




તાલુકા પંચાયત, વાલોડ ખાતે સરકારના યોજનાકીય કામો સરકારશ્રીની ગ્રાંટની ફાળવણી માટે વખતો-વખત વાલોડના ટીડીઓને તાલુકાના સભ્ય સચિવ અને વહીવટી વડા તરીકે વિપક્ષ  કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને સ૨કા૨શ્રીના ગાઇડલાઇન મુજબ સપ્રમાણ ગ્રાંટની વિસ્તાર વિકાસ અને વસ્તી પ્રમાણે ફાળવણી કરવાની હોય છે, વિપક્ષના  ચૂંટાયેલા સભ્યોને સભ્યો જાતે શાસકપક્ષ તરફથી યોગ્ય–સહકાર અને સંકલન મળેલ નથી. સભ્ય-સચિવ તરીકે ટીડીઓ એ મધ્યસ્થી કરી લોક ઉપીયોગી યોગ્ય ન્યાય અપાવવાનો હોય છે. આ અગાઉ પણ વિપક્ષના સભ્યો દ્વારા ટીડીઓ ને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહીં.




વિકાસના કામો માટે વિપક્ષના  ૭ (સાત) સભ્યો સપ્રમાણ પૂરતી ખોટ ફાળવવા આવે તો અગાઉ જે કોઇ અરજી કરેલ છે એમાં સમાધાનની ફોર્મ્યુલા રૂપે તમામ સભ્યોએ કામની ફાળવણી સામે પોતાના વિસ્તારનાં કામોનો સમાવેશ આયોજનમાં થાય તો શરતના ભાગરૂપે અરજીઓ પરત ખેંચવા મોખિક સમાધાન થયેલ, ત્યારબાદ થોડો સમય જતાં  કોંગ્રેસપક્ષનાં ત્રણ(૩) સભ્યોને (તમામ સાતેય સભ્યોને ગ્રાંટની ફાળવણી નકકી થાય એ મુજબ ફાળવણી થશે એવું કરાવીને સમાધાન અરજીઓ પર સહી કરાવેલ હતી.




પરંતુ હવે તાલુકા પંચાયત દ્વારા શાસકપક્ષ તરફથી માત્ર ૩(ત્રણ) સભ્યોનાં કામોનો સમાવેશ થયેલ છે. જેથી સમાધાન અરજી પર સહી કરાવવાનો કોઇ અર્થ નથી. હવે  ૩(ત્રણ) સભ્યો સાથે બાકીના ચાર સભ્યયોના સમાવેશ ન કરી અન્યાય કરેલ છે, જેની સામે હાજર સૌ વિપક્ષના સભ્યો સાતેય સભ્યોના સદર કામે વાંધો અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં આ અંગે કોઇપણ પ્રકારનો યોગ્ય ન્યાય માટેની વિપક્ષના સભ્યોની સર્વની લડાઇ જારી રહેશે એવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યુ. ઉપરોક્ત બાબતે સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો વિપક્ષના સભ્યો ગાંધી ચિંધ્યા  માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application