તાપી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ પર મહિલાનો કોલ આવતાં જણાવેલ કે, તેમના પતિએ તેમને અને તેમના બાળકોને ઘરમાં બંધ કરી દીધાં છે અને તેમને અપશબ્દો બોલે છે. જેથી તાપીની 181 ટીમ દ્વારા સ્થળ પર પહોંચતા મહિલાના પતિ સ્થળ પર હાજર જ હતાં તેમને મહિલા તથા બાળકોને ઘરની બહાર કાઢવા જણાવી તેમનું કાઉન્સેલીગ કરતાં મહિલાએ જણાવેલ કે, તેમના પતિ ડ્રાઈવિંગનું કામ કરે છે માટે તેઓ અઠવાડિયામાં બે દિવસ ઘરે આવે અને ઘરમાં સરખું પુરૂ પાડતા નથી અને તેમના પતિ દારૂ પીવામા ને જલસા કરવામા પૈસા વાપરે છે. પરંતુ તેમની પત્ની અને બાળકો પાછળ ખર્ચા કરતાં નથી અને ઘરે આવે એટલે મહિલાના પતિને સારૂ જમવાનું અને મહિલાને શારિરીક સંબંધ બાંધવા હેરાનગતિ કરી ત્રાસ આપતાં હોય છે.
મહિલા તેમના પતિનો વિરોધ કરે તો તેમના પતિ તેમની પર હાથ ઉપાડે છે. તેમના બાળકો પણ તેમના પિતાના ત્રાસથી કંટાળી ગયા હતાં આથી તેમનાં પિતા ઘરે આવે તો તેમને ગમતું નથી. મહિલા ખેતી કરી પોતાનું અને બાળકોનું પુરૂ પાડે છે. તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલાના પતિને સમજાવવામાં આવેલ તેમના પતિને જવાબદારીનું ભાન કરાવેલ અને સુધરી જવા જણાવેલ તથા મહિલાને કોઈ પ્રકારની હિંસા કે બળજબરી નહીં કરે તેમ સમજાવેલ, મહિલા તેમના બાળકોના કારણે આગળ કાર્યવાહી કરવા માંગતા ના હતાં તેઓ તેમના પતિને એક મોકો આપવા માંગતા મહિલાના પતિ સુધરી જવાની ખાતરી આપતાં તેમની વચ્ચે સુખદ સમાધાન કરાવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application