તલાટીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે તાલિમ શિબિર યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ગેરરીતી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાને લઈને આઈપીએસ હસમુખ પટેલે કહ્યું હતું કે,તલાટીની પરીક્ષાને લઈને તાલીમ શિબિર યોજવામાં આવશે. ગેરરીતી કરનાર સામે નવા કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. 8.19 લાખ ઉમેદવારો દ્વારા કોલલેટર ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
શંકાસ્પદની તપાસ કરાશે
બોડી વોર્ન કેમેરાની મદદ લેવામાં આવશે.
ગેરરીતી કરના સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી
બુટ, ચંપલ બહાર ઉમેદવારોના ઉતારવામાં આવશે.
તાલીમ શિબિરમાં પરીક્ષા સાથે જોડાયેલાને ટ્રેનિંગ અપાશે.
પરીક્ષામાં શંકા જશે તો તુરંત થશે તપાસ.
પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગે વધુ બસ ફાળવી.
મોટી સંખ્યામાં તલાટીની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પંચાયત વિભાગ તરફથી આખરી સમીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેને લઈને મુખ્ય સચિવની પણ એક બેઠકનું આયોજન કરાયું હતું. અગાઉ કાયદો બની ગયા બાદ પરીક્ષાઓમાં થતી ગેરરીતીને રોકવા પ્રબળ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અગાઉ લેવાયેલી ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાની જેમ તલાટીની પરીક્ષા પણ સરખી રીતે થાય તે પ્રકારે તંત્ર તરફથી તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500