ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેના આશ્રિતોને રહેણાંક માટેના પાકા આવાસો બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદાર (કાયમી, રોજમદાર, પાર્ટ ટાઇમ, અંશકાલીન તથા કાર્યસ્થળ નકકી ન હોય તેવા સફાઇ કામદાર) અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમાં આવક મર્યાદા લાગુ પડશે નહિ. આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિતગત રૂ.૧.૨૦ લાખની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. નવસારી જિલ્લાના સફાઇ કામદારો કે તેમના આશ્રિતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે http/ esamaj kalian. gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નવસારી જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને નોîધ લેવા તેમજ વધુ માહિતી માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકઘ અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી મકાન, સી બ્લોક, ત્રીજા માળ, જુનાથાણા, નવસારીનો રૂબરૂ સંપર્ક સાધવા ઍક અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500