Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે : આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત લેશે શપથ

  • June 12, 2024 

આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તેલુગુ દેશમ પાર્ટી (TDP)નાં વડા એન ચંદ્રબાબુ નાયડુ અને ઓડિશાનાં મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝી શપથ ગ્રહણ કરશે. આજે આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય ઘણા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. જ્યારે ઓડિશાની કેઓંઝર બેઠકના ભાજપના ધારાસભ્ય મોહન ચરણ માઝી આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ભુવનેશ્વરના જનતા મેદાનમાં સાંજે 5 વાગ્યે યોજાશે.


ચંદ્રાબાબુ નાયડુ આજે 11 વાગ્યે વિજયવાડાની બહારના વિસ્તાર કેસરપલ્લીમાં ગન્નાવરમ એરપોર્ટની સામે મેધા આઈટી પાર્ક પાસે શપથ લેશે. નાયડુની સાથે અન્ય નેતાઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં જનસેના પ્રમુખ પવન કલ્યાણ અને તેના વરિષ્ઠ નેતા એન. મનોહર, નાયડુના પુત્ર નારા લોકેશ અને ટીડીપી આંધ્રપ્રદેશનાં નેતા અચેન નાયડુ હાજરી આપી શકે છે. પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ બનશે તેવી શક્યતા છે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં 175 બેઠકો છે. આ મુજબ કેબિનેટમાં સીએમ સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. જોકે નાયડુ સહિત 25 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે.


નાયડુ 28 વર્ષની વયે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ 30 વર્ષની વયે મંત્રી બન્યા હતા. તેઓ 45 વર્ષની વયે પ્રથમ વખત અને હવે 74 વર્ષની વયે ચોથી વખત સીએમ બનવા જઈ રહ્યા છે. બીજી તરફ જો ઓડિશાની વાત કરવામાં આવે તો 11મી જૂને યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ઓડિશામાં ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા હતા. સીએમ તરીકે ચૂંટાયા બાદ માઝીએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભગવાન જગન્નાથના દર્શન માટે પુરી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application