Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢની દેવરત્ન સોસાયટીમાં રહેતો સુરેશભાઈ લોહાર વોન્ટેડ જાહેર કરાયો

  • September 05, 2020 

તાપી જીલ્લા એલસીબીએ ઉચ્છલના મીરકોટમાં છાપો મારી વરલી મટકા જુગારનો અડ્ડો ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જયારે મુખ્યસુત્રધાર સુરેશભાઈ બંસીલાલ લોહાર ને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના ત્રણ રસ્તા પાસે ગેમાભાઈ બાબુભાઈ ગામીત રહે, આનંદપુર, ટેકરા ફળિયું-સોનગઢ નો પોતાની મોટર સાયકલ નંબર જીજે/26/ઈ/0304 ઉપર બેસી આવતા જતા લોકો પાસેથી મુંબઈ થી નીકળતા વરલી મટકાના આંકો ઉપર પૈસા વતી હાર જીતનો જુગાર રમી રમાડતો હોય તાપી એલસીબીએ છાપો મારી ઝડપી પાડ્યો હતો. તપાસ અને અંગ ઝડતી દરમિયાન પોલીસે તેની પાસેથી  રકોડ રૂપિયા 1240/- જુગારના આંકો લખેલા સાધનો,એક મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂ. 26,750/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,

 

આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચીમનભાઈની ફરિયાદના આધારે ગેમાભાઈ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી મુખ્ય સૂત્રધાર સુરેશભાઈ બંસીલાલ લોહાર રહે, દેવરત્ન સોસાયટી તા.સોનગઢ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application