ગુગલ પે કે મોબાઈલ પે દ્વારા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાનો બોગસ મેસેજ બતાવી કાપોદ્રાના ત્રણ ટોબેકોના વેપારી સાથે કુલ રૂપિયા ૧.૩૫ લાખની ઠગાઈ કરનાર રીઢા અમીત હિરપારઍ રાંદેરમાં પણ હોલસેલના વેપારી સાથે રૂપિયા ૩૮ હજારની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોધાઈ છે.
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ પાલ ગૌરવ પથ મેઈન રોડ કલ્પવૂક્ષ ગાર્ડન ઍપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ હિરાનંદભાઈ જીવાણી (ઉ.વ.૨૮) રાંદેર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્વસ્તિક શોપીંગ સેન્ટરમાં અંબીકા ટ્રેડ નામથી હોલસેલની દુકાન ચલાવે છે. જયેશભાઈ પાસે ગત તા ૨૦મી ઓક્ટોબરના રોજ બપોરે બારેક વાગ્યાના આરસામાં ઍક અજાણ્યો દુકાને આવ્યો હતો અને ૧૩૮ બાગબાન તંબાકુનુ ઍક કાર્ટુન જાઈઍ છે શું ભાવ પડશે ? તેમ કહેતા જયેશભાઈઍ તેને તમને હોલસેલ ભાવે રૂપિયા ૩૮,૭૨૦માં પડશે હોવાનુ કહેતા અજાણ્યાઍ જયેશભાઈને તંબાકુનું કાર્ટુન આપો હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી આપુ હોવાનું કહેતા જયેશભાઈના ભાઈ અજીતે રોકડા રૂપિયા આપવાનું કહેતા અજાણ્યાઍ મારે મુંબઈથી ઓનલાઈન પેમેન્ટ કરાવવનું છે અને તમે ગુગલ ક્યા મોબાઈલ નંબર ઉપર છે તે મોબાઈલ નંબર આપો તો હું તમને ગુલલ પેમેન્ટ કરાવી આપુ તેમ કહેતા જયેશભાઈઍ તેમનો ગુગલ પે મોબાઈલ નંબર આપ્યો હતો.
થોડીવારમાં તેમના મોબાઈલ નંબર ઉપર રૂપિયા ૩૮,૭૨૦ આવ્યા હોવાનો ટેક્સ મેસેજ આવ્યો હતો. અજાણ્યાઍ તેના ખાતામાંથી રૂપિયા કટ થયા હોવાનો મેસેજ આવ્યો છે જો તમારા ખાતામાં રૂપિયા નહી આવે તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરવાનું કહ્યું હતું જોકે બપોરના ઍક વાગ્યા સુધીમાં ગુગલ પે કે આઈસીઆઈસી બેન્કના ખાતામાં ચેક કરતા રૂપિયા જમા થયા ન હતા અને જયેશભાઈઍ ગુગલ ચેક કરતાં પટેલ અંકીત નામથી આઈડી બનાવેલ હોવાનું બહાર આવ્યું હતુ અને ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. જયેશભાઈ મોબાઈલ નંબર ટુ કોલરમાં ચેક કરતા અમીત હિરપરા નામ આવ્યું હતું. જયેશભાઈને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે અમીતે ખાતામાં પૈસા જમા થયા હોવાનો બોગસ મેસેજ બતાવી કુલ રૂપીયા ૩૮ હજારનો માલ ખરીદી છેતરપિંડી કરી છે. પોલીસે જયેશની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીત હિરપરા સામે ત્રણેક દિવસ પહેલા જ બોગસ મેસેજ બતાવી ત્રણ ટોબેકોના વેપારી સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500