Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : અડાજણ વિસ્તારમાં બન્યો ગમખ્વાર અકસ્માતનો બનાવ

  • October 16, 2022 

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વૃષભ પેટ્રોલ પંપની સામે ઓવરબ્રિજ પર બાઈક અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો,બાઈક સવાર દંપતીને અકસ્માત નડતા પતિનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે પત્નીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.




સુરતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે સુરતમાં ભારે વાહનો તેમજ બાઈક વચ્ચે અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે એમાં અનેક વખત લોકોના જીવ ગયા છે ત્યારે ફરી એક વખત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આંબેડકર ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ખાનગી કંપનીની ક્રેન ના ડ્રાયવરે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા પતિ નું માથું ધડથી જુદું થઈ ગયું હતું અને ઘટના સ્થળ પર જ પતિનું મોત થયું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 ને ફોન કરાતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી ક્રેનના ડ્રાઇવરે ગફલત ભરી રીતે ઓવરબ્રિજ પર બેફામ ક્રેન ચલાવી અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application