Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મારૂતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના બે તબીબો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ

  • January 10, 2021 

વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજીક ડેન્ગ્યુ ફિવર હોવાનુ કહી બરાબર સારવાર નહી આપતા દર્દીના થયેલા મોત પ્રકરણમાં વરાછા રેણુકાભવની સામે  આવેલ મારૂતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના બે તબીબ સામે ગુનો નોધાયો છે.

 

 

 

વરાછા પોલીસના જણાવ્યા મુજબ સીમાડા ગામ કુબેરનગર સોસાયટીમાં રહેતા અને પુણાગામ ભૈયાનગર પોલારીસ બિલ્ડિંગની સામે ટાઈમ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ રાખી રેવન્યુને લાગતા કામકાજ કરતા પારસભાઈ ધીરુભાઈ વઘાસીયા(ઉ.વ.૩૩)એ બોમ્બે માર્કેટ રોડ રેણુકાભવનની સામે આવેલ મારૂતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો.મહેશ નાવડીયા અને ડો.ઘનશ્યામ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પારસભાઈએ જણાવ્યું હતું કે, તેના સાળા વિરલ રમેશભાઈ કોરાટ(રહે, હેપ્પી બંગ્લોઝ ત્રિકમનગર પાસે વરાછા)ને ડેન્ગ્યુ થતા સારવાર માટે બોમ્બે માર્કેટ રોડ રેણુકાભવનની સામે આવેલ મારૂતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં ડો.મહેશ નાવડીયા અને ડો.ઘનશ્યામ પટેલ દ્વારા વિરલનો સી.ટી.સ્કેન કરાવ્યું હતું તેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પરંતુ સોનોગ્રાફીના રિપોર્ટમાં પેટમાં અને ફેફસામાં પાણી ભરાયેલું છે જેથી પેટમાં દુખાવો થાય છે તે ડેન્ગ્યુમાં સામાન્ય રીતે થતું હોય છે ચીંતાની કરવાની કોઈ જરૂર નથી હોવાનુ કહ્યું હતું. ત્યારબાદ વિરલની તબિયત લથડી હતી અને શરીર ફુલી ગયું હતું ડોકટર આવી વિરલભાઈને તપાસી ઓક્સીજન લેવલ બરાર છે.  બાફ આપવાથી નોર્મલ થઈ જશે હોવાનુ કહ્યું  હતું બાફ આપતા વિરલભાઈ ઢળી પડ્યા હતા. અને ખેંચ ચાલુ થઈ હતી. જેથી નર્સ ખેચના અને ઘેનના ઈન્જેકશન આપ્યા હતા. ત્યારબાદ ડોકટર મહેશ નાવડીયા આવી પરિવારને બહાર કાઢ્યા હતા પારસે ડો મહેશને વિરની કંડીશન પુછતા પાંચ મીનીટ કે કલાકમાં કઈ પણ થાય તેવી છે હોવાનુ કહેતા પારસને ખ્યાલ આવી ગયો કે વિરલભાઈનું મોત થઈ ગયું છે પરંતુ કોઈ લાઈફ સેવીગ માટે થો઼ડો પણ ચાન્સ હોઈ તેવી આશા સાથે વિરલને ડાયમંડ હોસ્પિટલમા લઈ જવા માટે એમ્બ્યુલન્સ મંગાવી હતી પરંતુ તેમા ઓક્સીજનની વ્યવસ્થા ન હોવાથી નર્સને ઓક્સીજનનો બોટલ લઈ આવવામા ૧૦ મીનીટ બગાડી હતી. ડાયમંડ હોસ્પિટલમાં પહોચતા તબીબો વિરલભાઈને મૃત જાહેર કર્યો હતો. ડો.મહેશ નાવડીયા અને ઘનશ્યામ પટેલે પ્રોપર સારવાર નહી આપતા મોત થયું હતુ અને ડોકટરો પોતાની ગંભીર બેદરકારી છુપાવવા માટે ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા. જે રકેર્ડમાં વિરલભાઈનું બી.પી ટેમ્પરેચર, હદયના ધબકારા, ઓક્સીજન બધુ બરાબર હોવાનું જણાવે છે વિરલભાઈ બેભાન હતા ત્યારે બીજા ખોટો રેકર્ડ ઉભો કર્યો કે વિરલને સાદો ડેન્ગ્યુ હતો જે વાયરલ ડેન્ગ્યુ ફેરવરને હેમરેજીક ડેન્ગયુ ફીવર છે. પીએમમાં હેમરેજીક શોક હોવાનું બહાર આવ્યુ નથી. ડો.મહેશ નાવડીયા અને ડો.ઘનશ્યામ પટેલ સારવારમાં બેદરકારીથી મોત નિપજ્યું હતુ. પોલીસે પારસભાઈની ફરિયાદ લઈ ડોકટર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application