આંજણા ફાર્મ વૂંદાવન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મધુ ફેબના નામે ખાતુ ધરાવતા વીવર્સ પાસેથી રૂપિયા ૨૪.૬૦ લાખનો માલ ખરીદ્યા બાદ મિલેનીયમ-૪ ટેક્ષટાઈલ માર્કેટના વેપારીએ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.તેમજ વીવર્સે પેમેન્ટની ઉઘરાણી કરતા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી દુકાન બંધ કરી નાસી ગયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સલાબતપુરા મહાત્માવાડી ખાતે રહેતા મધુસુદન મોહનલાલ તાણાવાલા આંજણા ફાર્મ વૂંદાવન ઈન઼્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મધુ ફેબના નામે ખાતુ ધરાવે છે. મધુસુદન પાસેથી ગત તા ૨૩મી સપ્ટેમ્બરથી ૬ નવેમ્બર સુધીમાં ભાઠેના રોડ મીલેનીયન-૪ ટેક્ષટાઈલ માર્કેટમાં શ્યામલી સીલ્કના પ્રોપયટર રવિરંજન નાગેન્દ્ર ઠાકુર(રહે, શ્યામસુષ્ટી ઍપાર્ટમેન્ટ,માનસરોવર રોડ, ગોડાદરા) એ રૂપિયા ૨૪,૬૦,૮૦૦નો અલગ-અલગ બીલ ચલણથી માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરેલા સમયમાં રવિરંજન ઠાકુરે પેમેન્ટ નહી ચુકવતા મધુસુદને પેમેન્ટની ઉઘરાણી કરતા ઉશ્કેરાયો હતો અને આજ પછી પેમેન્ટ માંગવા આવશો તો હું તારા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500