Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : દસ વર્ષના કાનૂની જંગ બાદ દંપતી પડ્યા છુટ્ટા

  • January 10, 2021 

લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતાં હોય તો છૂટાછેડા આપવા જાઇએ એવી રજૂઆતને ધ્યાનમાં રાખી અત્રેની કોર્ટે કતારગામના દંપતિના છૂટાછેડા મંજૂર કર્યા હતાં. આ છૂટાછેડા સાથે કાયમી ખોરાકી-પોષાકી પેટે રૂ. સાડા બાર લાખ જેટલી માતબર રકમ પણ પતિએ ચૂકવી હતી. 

 

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતાં રાકેશના લગ્ન નજીકમાં રહેતી ગીતા(બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે તા.૧૧-૨-૨૦૦૮ ના રોજ થયા હતાં. જેમાં તેમને એક પુત્ર(હાલ ઉ.વ.૧૦)નો પણ જન્મ થયો હતો. શરૂઆતમાં સારી રીતે ઘર સંસાર ચાલ્યા બાદ દંપતિ વચ્ચે ખટરાગ શરૂ થઇ ગયો હતો, અને ગીતા તા.૪-૭-૨૦૧૦ થી પોતાના પિયર રહેવા જતી રહી હતી. પિયરમાંથી જ ગીતાએ પોતાના તથા બાળકના ભરણપોષણ માટે અત્રેની કોર્ટમાં કેસો કર્યા હતાં. જેમાં ખોરાકી મંજૂર પણ થઇ હતી. આ દંપતિ દસ વર્ષથી અલગ રહેતું હતું. દરમિયાન પતિ રાકેશે એડવોકેટ અશ્વિન જાગડિયા મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં ત્યાગ અને ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેમાં ચાલુ દાવે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પતિ-પત્ની દસ વર્ષથી અલગ રહેતાં હોય તેમના વચ્ચે મનમેળ થઇ શકે તેમ નથી. બંને વચ્ચે અનેક વખત થયેલા સમાધાનના ­પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.

 

 

 

આ સંજાગોમાં છૂટાછેડા આપવા ન્યાયના હિતમાં રહેશે. સાથે પતિએ પત્ની અને બાળક માટે આજીવન ભરણપોષણ પેટે નાણાંકિય મદદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. જેમાં પત્ની તરફથી સહમતી મળતાં બંનેને પરસ્પર સંમતિથી અત્રેની કોર્ટમાં છૂટાછેડાનો દાવો કર્યો હતો. દરમિયાન કોરોનાને કારણે લોકડાઉન આવી જતાં કાર્યવાહી અટકી પડી હતી. પરંતુ બાદમાં ઓનલાઇન કાર્યવાહી કરીને કેસની સુનાવણી કરવામાં આવી હતી. છૂટાછેડા દાખલ કરતી વખતે પતિએ પત્નિ-પુત્રના કાયમી ભરણપોષણ પેટે રૂ.૧૨,૫૦,૦૦૦ જેટલી માતબર રકમ પણ ચૂકવી હતી. જેની કોર્ટે નોંધ લીધી હતી અને બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે છૂટાછેડાના દાવા ઉપર મંજૂરીની મહોર મારી હતી. આમ દસ વર્ષ સુધી કોર્ટમાં લડ્યા બાદ આખરે દંપતિ કાયમી અને કાયદેસર રીતે અલગ થયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application