નાનપુરા જુની આરટીઓની બાજુમાં આવેલ કૃષિ મંગલ હોલમાં ચાલતા રેડીમેડ કપડાના સેલની દુકાનમાંથી કારીગર પાંચ દિવસના વકરાના ભેગા થયેલા રૂપિયા 74 હજાર ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે મેનેજરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ શરુ કરી છે.
અઠવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરા જુના આરટીઅઓની બાજુમાં કૃષિ મંગલ હોલમાં ગારમેન્ટનો સેલ ચાલે છે. જેમાં મનેજર તરીકે અમીતગીરી લલુગીરી નોકરી કરે છે. જયારે અન્ય સ્ટાફમાં અમરજીતગીરી, આશીષ યાદવ, અમઝેદખાન અને શૈલેન્દ તિવારી કામ કરે છે. અમીતગીરીએ છેલ્લા પાંચ દિવસના ધંધાના વકરાના ભેગા થયેલા કુલ રૂપિયા 74 હજાર સ્ટીલની પેટીમાં મુક્યા હતા અને તેની ચાવી પાસે રાખતો હતો જ્યારે સાંજે દુકાન બંધ કરી સ્ટાફના બધા માણસો રાત્રે સુઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે અમઝદખાન દેખાયો ન હતો અને પેટીમાંથી રૂપિયા પણ ગાયબ હતા. જેથી અમીતગીરીએ ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેના પર્સમાંથી અમઝદખાને પેટીની ચાવી લઈ જતા અને મુક્તા દેખાયો હતો.
અમીતગીરીએ આ અંગે તેના શેઠ યોગેશભાઈને ફોન કરી જાણ કરતા તેઓએ કુષી મંગલ હોલમાં આવી ગયા બાદ અને ત્યારબાદ બનાવ અંગે ફરિયાદ કરતા પોલીસે અમીતગીરીની ફરિયાદ લઈ અમઝદખાન સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500