Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત: ઉત્તરાયણમાં શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી! પરિપત્ર જાહેર

  • January 13, 2023 

રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે. જોકે ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરીના કારણે મોટા અકસ્માત થયાની અથવા ગળુ કપાવવાની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણમાં વાહનચાલકોના જીવને જોખમ ન થાય તે માટે સુરતમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.




સુરતમાં 112 ઓવરબ્રિજ, TRB જવાન પણ તહેનાત રહેશે

ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતમાં ઓવરબ્રિજ પર ટુ-વ્હિલર ચાલકોના અવરજવર પર પ્રતિબંધ લગાવતો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ટુ-વ્હિલર ચાલકોની સુરક્ષાના હેતુથી સુરતમાં તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી રહેશે. આ સાથે ઓવરબ્રિજ પર ટીઆરબી જવાનને પણ તહેનાત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે સુરતમાં આશરે 112 ઓવરબ્રિજ છે. નોંધનીય છે કે, ઉત્તરાયણના તહેવાર દરમિયાન બ્રિજ પર ઘણી વખત પતંગની દોરીના કારણે નાના-મોટા અકસ્માત સર્જાયા હોય છે. જ્યારે કેટલાક અકસ્માતમાં તો લોકોને જીવન ગુમાવવાનો વારો પણ આવે છે. આથી આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સુરત તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.



ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસની ઝુંબેશ

આપણે જણાવી દઈએ કે, રાજ્યમાં જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં હાલ પણ રાજ્યમાં કેટલાક લોકો ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. આથી રાજ્યભરમાં પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે ચાઈનીઝ દોરીથી જો કોઈ પતંગ ચગાવતો જોવા મળે છે તો તેની પણ અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application