Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત

  • March 30, 2024 

સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.  મૂળ નાગપુર અને સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સી ખાતે 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેકર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, સાસુ, સસરા અને દિયર છે. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામે પ્રેમલગ્ન કર્યા હતા. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. 


ગતરોજ રાત્રે આઠ સાડા આઠ આસપાસ અતિ સહિતનો પરિવાર ઘરમાં હતો અને કાજલ ગેલેરીમાં સુકવેલી ચાદર લેવા માટે ગઈ હતી. દરમિયાન રહસ્યમય રીતે કાજલ નીચે પટકાઈ હતી. નીચેથી બૂમાબૂમ થતા પતિ સહિતનો પરિવાર નીચે પહોંચ્યો હતો ત્યાર બાદ તાત્કાલિક 108 મારફતે કાજલને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ચોથા માળેથી નીચે ફટકાતા કાજલના માથા અને પગના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. તેથી કાજલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી. દરમિયાન આજે સવારે કાજલને મૃત જાહેર કરાઈ હતી. કાજલ ના મોતના પગલે પરિવારમાં અશોકનો માહોલ છવાઈ ગયો હતો. 


પતિ શ્યામ ચાંદેકરે જણાવ્યું હતુ કે કાજલ કેવી રીતે નીચે ભટકાય તે અંગે અમને પણ કંઈ જાણ નથી. કાજલ ની હાઈટથી થોડી નીચે ગેલેરીની જાળી છે. ચાદર લેવા જતા પટકાય તેવી સ્થિતિ પણ નથી. રૂમમાં હતા અને કાજલ નીચે ફટકાઈ હતી બુમા બુમ થતા જોવા જતા કાજલ નીચે ફટકાઈ હોવાની જાણ થઈ હતી. એક વર્ષ પહેલા કાજલ સાથે પ્રેમ લગ્ન થયા હતા. ખૂબ જ સારી રીતે રહેતા હતા. બંનેના પરિવાર પણ લગ્ન માટે સંમત હતા. બંનેની ઈચ્છા હોવાથી લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત 15 માર્ચના રોજ હલ્દીની સેરેમની પણ કરવામાં આવી હતી. કાજલને માઈગ્રેનની તકલીફ હતી. તે કોઈ પણ વાતમાં જલ્દી ગુસ્સે થઈ જતી હતી. ગતરોજ એવી કોઈ ઘટના પણ બની ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application