સચીન બકરામંડીની સામે મધુરમ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલ લબ્ધી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા મોકલવામાં આવેલ રૂપિયા ૯.૬૯ લાખનો પ્લાસ્ટીકના દાણાનો માલ શીવમ રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટના માલીક દ્વારા ડિલેવરી નહી કરી બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
સચીન પોલીસના જણાવ્યા મુજબ મહિધરપુરા વીનસ હોસ્પિટલ પાસે રામપુરા મેઈન રોડ ખાતે રહેતા ધર્મેશ રજનીકાંતભાઈ જરીવાલા (ઉ.વ.૪૨)ઍ ગઈકાલે રાત્રે પોણા નવેક વાગ્યે શીવન રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટના કાંતી પટેલ (રહે, અમ્રુતનગર પ્લોટ નં- ૪૭/૧ ફ્લેટ નંબર-૨૦૧, ચામુડા દર્શન ઍપાર્ટમેન્ટ ઉધના હરિનગર) સામે ફરિયાદ નોધાવી હતી, જેમાં ધર્મેશભાઈઍ જણાવ્યું હતું કે આરોપીને તેમની સચીન બકરામંડી પાસે મધુરમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ લબ્ધી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ગોડાઉનમાંથી ગત તા ૨૬મી ઓક્ટોબરના રોજ રાત્રે આઠ વાગ્યે ટેમ્પોમાં રૂપિયા ૯,૬૯,૪૪૮ની કિંમતનો પ્લાસ્ટીકના દાણા-૧૦,૦૦૦ ક્રિ.ગ્રાનો માલ ડીલેવરી કરવા માટે મોકલ્યો હતો જાકે આરોપીઍ માલની ડીલવેરી નહી કરી બારોબાર સગેવગે કરી નાંખ્યો હતો. પોલીસે ધર્મેશ જરીવાલાની ફરિયાદ લઈ કાંતી પટેલ સામે ગુનો નોધી તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500