સુરત જિલ્લામાં બર્ડ ફ્લુનો એન્ટ્રી થઈ ચુકી છે. બારડોલીના મઢીના બસ સ્ટેશન પાસેથી મૃત અવસ્થામાં મળી આવેલા ચાર કાગડાપૈકી બે કાગડાઓ નો બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી તંત્રના હડકંપ મચી ગયો છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યો છે. તે વચ્ચે કતારગામ ચંદન ગેસના ગોડાઉન પાસેથી એક અને રીંગરોડ કિન્નરી સિનેમા ટોરન્ટ પાવરના સબ સ્ટેશન પાસેથી ચાર કાગડા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. શહેરમાંથી એક સાથે પાંચ કાગડાઓ મૃત હાલતમા મળી આવતા પાલિકા અને વન વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. મળતી વિગત મુજબ સવારે વાગ્યાના આરસામાં કતારગામ ચંદન ગેસના ગોડાઉનની બાજુમાં અક્ષર વાડીની સામે એક કાગડો અને રીંગરોડ કિન્નરી સિનેમા ટોરેન્ટ પાવર સબ સ્ટેશન પાસેથી ચાર કાગડાઓ મૃત અસ્થતામાં મળી આવ્યો હતો.
આ અંગેની જાણ તથા પાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેની જાણ વન વિભાગના અધિકારીઓને કરતા આર. એફ.ઓ જીતુભાઈ બારોટ પણ સ્થળ પર દોડી ગયા હતા અને કાગ઼ડાને એર ટાઈટ ફિટીંગ કરી લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા કાગડાઓના સેમ્પલો લઈને ભોપાલની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવાની તજવીજ હાત ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જામનગર બાદ સુરતમાં બર્ડ ફ્લોની એન્ટ્રીને લઈને આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. બારડોલીના મઢીના રેલવે સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટસમાંછી મુત હાલતમાં મળી આવેલા ચાર કાગડામાંથી બે કાગડામાં બર્ડ ફ્લુ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે આ સાથે વન વિભાગ અને આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડી એક કિલોમીટરના વિસ્તારમાં ઈંડા અને મરઘાની હેરાફેરીથી માંડીને વેચાણ ઉપર પ્રતિંબંધ મુકી દીધો છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application