અમરોલી છાપરા ભાઠા રોડ સ્થિત શ્રીરામનગરમાં આવેલા સાડીના ગોડાઉનમાં બપોરે સાડા બારેક વાગ્યાના આરસામાં સ્ટોન લગાડવા માટે સાડીઓ લેવા ગયેલી પરિણીતાનો એકલતાનો લાભ ઉઠાવી ગોડાઉન માલીકે તેના ઉપર દાનત બગાડી ગોડાઉનનો દરવાજા અંદરથી બંધ કરી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગોડાઉન માલીક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે અમરોલી પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ભાપરા ભાઠા રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની ૨૩ વર્ષીય માતા ધર નજીક શ્રીરામનગર સોસાયટીમાં આવેલા સાડીના ગોડાઉનમાંથી મજુરી ઉપર સ્ટોન લગાડવા માટે ઘરે સાડીઓ લાવતી હતી. પરિણીતાએ ત્રણ દિવસથી જ સાડીઓ ગોડાઉનમાંથી લાવવાનું શરુ કર્યુ હતું. દરમિયાન બપોરે સાડા બારેક વાગ્યાના આરસામાં પણ પરિણીતા ગોડાઉનમાં સાડી લેવા માટે ગયા હતા. ત્યારે સાડીના ગોડાઉન માલીક અલ્પેશ ગૌસ્વામીએ એકલતાનો લાભ ઉઠાવી તેના ઉપર દાનત બગાડી હતી. અને નવી સાડીઓ આવે છે પછી આપુ હોવાનુ કહી ગોડાઉનમાં બેસાડી રાખ્યા બાદ દરવાજા બંધ કરી પરિણીતાને તેના પતિ સંતાનને મારી નાંખવાની ધમકી આપી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. અને બનાવ અંગે પરિવારમાં કે પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોધાવતા પોલીસે અલ્પેશ ગૌસ્વામી સામે ગુનો નોધી તેની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application