Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : બોગસ ગન લાયસન્સ ધરાવતો સીક્યુરીર્ટી ગાર્ડ ઝડપાયો

  • January 12, 2021 

એસઓજીએ ઉધના દરવાજા સુમન દેસાઈની વાડી રૂપા નિવાસના એક ફ્લેટમાં દરોડા પાડી યુપીવાસી યુવકને બાર બોરની રાફયલ અને છ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં યુપીવાસી યુવકને કલકત્તાના મિત્રએ રૂપિયા ૧૦ હજારમાં બિહારના શિવાન જીલ્લા મેજીસ્ટ્રેટના સહિ સિક્કા સાથેનું બોગસ ગન લાયસન્સ બનાવી આપ્યું હતું. જેના આધારે રાયફલ ખરીદી અડાજણમાં આવેલ બેન્કમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

 

 

 

એસઓજીની જણાવ્યા મુજબ પીઆઈ ટી.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઍસઆઈ વી.સી.જાડેજા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે વખતે એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈએ એવી બાતમી મળી હતી કે, ઉધના દરવાજા સુમન દેસાઈની વાડી રૂપા નિવાસમાં રહેતા મૂળ યુપીના ગાજીપુરના નંદગંદના રાજેશ શિવનંદન બિન્દ્રા બનાવટી ગન લાયસન્સ બનાવડાવી તેના આધારે ગન અને કારતુસ ખરીદી વરાછાની નૈતિક સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરે છે. એજન્સીના કોન્ટ્રાકટમાં અડાજણમાં આવેલા વરાછા કો.ઓ.બેન્કમાં ગનમેન તરીકે નોકરી કરે છે.

 

 

 

જે બાતમીના આધારે રાજેશના ગન લાયસન્સની નકલ મેળવી ખરાઈ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ શિવાન(બિહાર)માં મોકલાવી હતી. જેમાં રાજેશના નામે કોઈ રજીસ્ટ્રેશન થયું ન હોવાનું બહાર આવ્યું હતુ. રાજેશ બનાવટી ગન લાયસન્સ બનાવી તેના આધારે બાર બોરની ગન અને કારતુસ ખરીદ્યા હોવાનુ પુષ્ટિ થયા બાદ સ્ટાફના માણસોએ રાજેશની તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એક ગન અને છ કારતુસ કબજે કર્યા હતા. પ્રાથમિક પુછપરછમાં રાજેશ બિન્દ્રને બોગસ ગન લાયસન્સ તેના ઓળખીતા મેવારામ(રહે, ખાલવાડી કલકત્તા)એ સન ૨૦૦૪માં રૂપિયા ૧૦ હજાર, છ ફોટા અને ઓળખપત્રની નકલ આ્પ્યા બાદ બે મહિનામાં લાયસન્સ બનાવી આપ્યું હતું અને આ લાયસન્સની મદદથી કલકત્તાની ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાંથી સિંગર બોર ૧૨ બોરની ગન અને અલગ-અલગ જગ્યાથી કાર્ટીઝ ખરીદ્યાની કબુલાત કરી હતી. રાજેશ બિન્દ્ર લાયસન્સ રીન્યુઆલમાં પોતાની જાતે જ જીલ્લા મેજીસ્ટ્રેટની સહિ-સિક્કા તેમજ તમામ એન્ટ્રીઓ કરતા હતા. રાજેશના આધારકાર્ડમાં જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૯૫ અને ગન લાયસન્સ ઈસ્યુ કર્યાની તારીખ ૨૫ જુન ૨૦૦૧ લખેલી હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જ તારીખમાં વિસંગતતા આવતા લાયસન્સ બોગસ હોવાનુ બહાર આવ્યું હતુ. એસઓજીએ રાજેશ બિન્દ સામે ખટોદરા પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application