Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : સગીરાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ કરતા ચકચાર

  • January 10, 2021 

સરથાણા વિસ્તારમાં સગીરાને તું મારી સાથે લગ્ન નહી કરે તો તારા ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી બળાત્કાર કરવામાં આવતા ચકચાર મચી છે.

 

 

 

બનાવ અંગે સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી અને ધો-૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીને તેના ઘરની બાજુમાં રહેતી મહિલાના ઘરે આવતો તેનો ભાઈ ચિરાગ ગૌતમ મહેતા રહે, રચના સર્કલ પાસે વ્રજ દાતના દવાખાના ઉપર બે વર્ષ પહેલા તેના પર દાનત બગાડી હતી. ચિરાગે વિદ્યાર્થીને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો જોકે વિદ્યાર્થીનીઍ તેની સાથે લગ્ન કરનાવી ના પાડતા ચિરાગે વિદ્યાર્થીનીને તું મારી સાથે લગ્ન નહી કરે તો તારા ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વારયલ કરી દેવાની સાથે પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઉત્રાણ વિસ્તારના ઍક મકાનમાં સહિત અલગ અલગ જગ્યાઍ લઈ જઈ તેની મરજી વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે પોલીસે  વિદ્યાર્થીનીની ફરિયાદ લઈ ચિરાગ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application