સુરતની શાળાઓની અંદર કોરોનાના ગાઈડલાઈનના બેઝિક નિયમોનું પાલન કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને લઈને રાજ્ય સરકાર દ્વારા 32 હજાર સ્કૂલોમાં ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને આગામી સમયમાં પરીપત્ર જારી કરાય તેવી શક્યતા છે ત્યારે એ પહેલા જ સુરતની અંદર કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
સાવચેતીના ભાગરુપે અત્યારથી જ શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું જરુરી હોવાથી આ આદેશ આપવામાં આવ્યો છે. સુરતની શાળાઓને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવી આદેશ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે.
જેમાં ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને બિનશૈક્ષણિક સ્ટાફ વગેરેને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં સેનિટાઈઝેશન કરવું, હાથ ધોવા, સોશિયલ ડીસન્ટન્સ જાળવવું વગેરેને લઈને સૂચનાઓ આપવામાં આવી છે. યોગ્ય રીતે માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર બાદ ત્રીજી લહેર સુધી કોરોનાના કેસો સામે આવ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત અગાઉ થયા હતા ત્યારે અત્યારથી જ શાળાઓ સતર્ક જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં ખાસ કરીને અત્યારથી વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા પણ નજરે પડી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500