શહેરમાં કોરોનાનો આ નવો સ્ટ્રેન છે જે વધુ ઘાતક છે અને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર તરફથી આવતા લોકોની સંખ્યા વધુ છે. તેને કારણે પણ શહેરમાં સંક્રમણ વધી રહ્યું છે એવું સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
સુરત શહેર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનું સંક્રમણમાં ૨૮૦ ટકાનો વધારો નોંધાયો છે. ૧૨ માર્ચના રોજ ૧૯૬ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૬ માર્ચના રોજ ૭૪૫ કેસ નોંધાતા ૧૫ દિવસમાં ૨૮૦ ટકા જેટલો વધારો થયો છે. જેના કારણો અંગે સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ કોરોનાનો નવો સ્ટ્રેન છે જે વધુ ઘાતક અને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના માત્ર ૨૫ કેસ જ સામે આવ્યા હતા.
જોકે, ત્યારબાદ ચૂંટણી અને યુકે-આફ્રિકાના નવા સ્ટ્રેનના કેસ આવ્યા બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલ ૭૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરત શહેર જિલ્લાની છેલ્લા ૧૫ દિવસની વાત કરવામાં આવે તો ૬૪૦૪ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૫ કોરોના દર્દીનાં મોત પણ થઈ ચૂક્યા છે. જ્યારે પાલિકાના કહેવા મુજબ ૫૦ ટકાથી વધુ દર્દીઓમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500