સુરતનાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા મોબાઇલ ટાવર પરથી કોપરના કેબલની ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હતા. જેથી અંગે સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમી આધારે ચોરી કરનાર બે શખ્સો તેમજ ચોરીનો માલ ખરીદનાર શખ્સને ઝડપી પાડી સુરત જિલ્લાના વિવિધ પોલીસ મથકે નોધાયેલા કુલ 9 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકા વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા મોબાઈલ ટાવરમાંથી કોપરના કેબલોની ચોરી થઈ હોવાની કુલ 5 ફરિયાદ પલસાણા પોલીસ મથકે, 3 મહુવા પોલીસ મથકે અને બે કામરેજ પોલીસ મથકે નોંધાઈ હતી.
જેને પલગે સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે તપાસ હાથધરી હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કેબલોની ચોરી કરનાર બે ઈસમો નવસારી રોડ પર આવેલા ફુલવાડી ગામની સીમમાં સુખલા ફળીયા બસ સ્ટેશન પાસે ઉભા છે અને ચોરીનો માલ સગેવગે કરવાની પેરવીમાં છે.
જેથી સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે સ્થળ પર જઈ ચોરી કરનાર અર્જુનભાઈ નટવરભાઈ નાયકા (ઉ.વ.38., રહે.ગોડદોડ રોડ, સરેલા વાડી પ્રતિક્ષા સોસાયટીની બાજુમાં, વિશાલ બંગ્લોઝ, સુરત, મુળ રહે.નવસારી જિલ્લાના નાગધરા ગામ) અને રજનીકાંત ઉર્ફે કીરણ કાંતિભાઈ વળવી (નાયકા) (ઉ.વ.42., રહે.ઘડોઇ ગામ, પારસી ફળીયુ તા.મહુવા)નાંને ઝડપી પીડી ચોરીના કેબલની ખરીદી કરનાર અમીતભાઈ પ્રમોદ ચંદ્ર કંશારા (ઉ.વ.38.,રહે.નવસારી નીલકંઠ નગર, ઝવેરી સડક, નવસારી)નાંને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલો કોપર તારનો જથ્થો 123 કિલો જેની કિંમત 98,400/- તથા 2 મોબાઈલ ફોન કિંમત 5500 તેમજ રોકડ રૂપિયા 260 મળી કુલ 1,04,160/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી 9 ગુનાઓનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500