Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જરી અને બોબીનના કારખાનામાં અચાનક આગ લાગતાં ભાગદોડ

  • July 11, 2021 

પાંડેસરા ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સવારે જરી અને બોબીનના કારખાનામાં અચાનક આગ લાગતાં ભાગદોડ થઇ ગઇ હતી.

 

 

 

 

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી અનુસાર, પાંડેસરામાં દક્ષેશ્વર મંદિર પાસે મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જરી અને બોબીનના કારખાનામાં સવારે ચારથી પાંચ જેટલા વ્યક્તિઓ કામ કરતા હતા. તે સમયે અચાનક આગ ફાટી નીકળતા ત્યાં કામ કરતા વ્યક્તિઓ બહાર દોડી ગયા હતા. જોત જોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતા.

 

 

 

જેના લીધે આજુબાજુના લોકોમાં નાસભાગ થઈ જવા પામી હતી. કોલ મળતા ફાયરબ્રિગેડે પહોંચી દોઢ-બે કલાકમાં આગ કાબૂમાં લીધી હતી. આગમાં જરી, બોબીનના ફિરકા, લેસપટ્ટી, ફનીચર સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતું. ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application