સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હથોડા ગામની સીમમાંથી પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વોંટેડ બુટલેગરને એલસીબી પોલીસે કીમ ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દોઢ માસ અગાઉ હથોડા ગામની સીમમાં સત્યમ ટેક્ષ ટાઇલ્સ પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાંથી પોલીસે એક ટેમ્પો, છોટા હાથી ટેમ્પો, તથા કાર માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસની રેડ દરમ્યાન બુટલેગરો આ દારૂનો જથ્થો મૂકી ભાગી છૂટ્યા હતા. કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તે દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ભેરુલાલ તૈલીને વોન્ડેટ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ભેરુલાલ હગામીલાલ તૈલી (હાલ રહે.મોટા બોરસરા,સંસ્કાર સોસાયટી,તા.માંગરોળ) ને કીમ ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યો હતો અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં તેનો કબ્જો કોસંબા પોલીસને સોપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500