સુરત જિલ્લાના ચલથાણના બુટલેગર ભરત તુંડી ગામમાં લગ્ન પ્રસંગમાં નાચતો હોય આ વિડીયો વાઇરલ થતાં અંતે પોલીસ દોડતી થઈ હતી અને પાંચ થી છ ઈસમોની અટક કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચલથાણના બુટલેગર ભરત તુકારામ પલસાણા તાલુકાનાં તુંડી ખાતે આવેલી શિવાલય સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં ડી.જે.ની તાલ પર નાચતો હોવાનો વિડીયો વાઇરલ થતાં જ પલસાણા પોલીસ હરકતમાં આવી હતી અને તુંડી ખાતે જઇ તપાસ કરતાં ભીકારી ભીમસિંગ નામના વ્યક્તિના પુત્ર પૃથ્વીના લગ્નમાં રાત્રિ સમયે ડી.જે.ના તાલ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી નાચતા હોય જે અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસ ભરત તુકારામ, દિપક વિરાજ, ગોપાલ વિજય, ભીકારી ભીમસિંગ અને કિરણ દામોદર નામના ઈસમોની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application