સચીન જીઆઈડીસી ડાયમંડ પાર્કના ગેટ પાસે સાંજે દુધ લેવા માટે જતી ૬૨ વર્ષીય મહિલાને ભેગી ગયેલા બે બદમાશોએ પોલીસની ઓળખ આપી અહી ચેન સ્નેચીંગ થાય છે હોવાનુ કહી વિશ્વાસમાં લઈ રૂપિયા 90 હજાર કિંમતની હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડીઓ કાપડની થેલીમાં મુકાવ્યા બાદ નજર ચુકવી લઈને નાસી ગયા હતા.
આ બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ડાયમંડ ગેટ ડી.જી.ડી.સી ગેસ્ટ હાઉસ યમુના બિલ્ડિંગ ખાતે રહેતા સ્નેહલબેન સુધીરભાઈ કેલકર (ઉ.વ.૬૨) સાંજે ચારેક વાગ્યે દુધ લેવા માટે જતા હતા. તે વખતે ડાયમંડ ગેટ પાર્ક પબ્લીક સ્કુલ પાસેથી પસાર થતા હતા તે વખતે બે અજાણ્યાઓ તેમની પાસે આવ્યા હતા. ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યાઓ સ્નેહલબેનને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને અહી ચેન સ્નેચીંગ થાય છે તેમ કહી વિશ્વાસમાં લઈ હાથમાં પહેરેલ રૂપિયા 90 હજાર કિંમતની છ તોલાની ચાર સોનાની બગડી કાપડાની થેલીમાં મુકાવ્યા બાદ તેમની નજર ચુકવી બંગડીઓ લઈને નાસી ગયા હતા.
આ બનાવ અંગે સ્નેહલબેન કેલકરની ફરિયાદને આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એન.એમ.રબારી કરી એ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application