સચીનના તલંગપુર ગામ સાંઈબાબ રેસીડેન્સી સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી ઉત્તરાયણના રોજ બપોરે યુવકની છાતી અને પગના ભાગે લાદી મારી હત્યા કરવામાં આવી હતી. તહેવારના રોજ ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગભેણી રોડ તિરુમાલા સોસાયટીમાં આવેલી ઝાકીરની ચાલીમાં રહેતા અને મજુરી કામ કરતા ગંગાસિંહ રમકાંતસિંહની બપોરે અઢી વાગ્યાના આરસામાં તલંગપુર ગામમાં બ્લોક નં-118 વાળી જગ્યામાં સાંઈબાબા રેસીડેન્સી સોયાયટી પ્લોટ નં-86 ના સામે કાચ રસ્તા પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બે અજાણ્યાઓએ ગંગાસિંહને છાતી અને પગના ભાગે લાદીના ઘા મારી હત્યા કરી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા પીઆઈ એમ.વી.તડવી સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે બનાવ અંગે મૃતક ગંગાસિંહના મકાન માલીક ઝાકીરઅલી નુરમોહમંદ શેખની ફરિયાદ લઈ બે અજાણ્યાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application