સુરતનાં કડોદરામાં સી.એન.જી પંપના કટ પાસેથી એલસીબી પોલીસે એક કાર અટકાવી તેમાંથી 73 હજારથી વધુના વિદેશી દારૂ સાથે બે વ્યક્તિને ઝડપી પાડી કુલ રૂપિયા 3,85,760/-નો મુદ્દામાલ કબ્જે કરી એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળતા તેમણે કડોદરા સી.એન.જી કટ પાસે મુંબઈથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની એક કાર નંબર MH/48/AY/4032 આવતા તેને અટકાવી હતી અને કાર ચાલક રમેશ ભાઉરાવ ઘાયલ (રહે.શંભુ શેઠચાલ એસ.બી પાટીલ માર્ગ ગજાધર ભંડાર કલ્પના ડેરી મુંબઈ) તથા અંથની વીરા સ્વામી (રહે.ઇન્દ્રનગર રેક્લેમેશન કે.સી.માર્ગ મુંબઈ) નાને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની 510 બોટલ કિંમત રૂપિયા 73,250/-નો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે આ બંને વ્યક્તિઓ પાસે વિદેશી દારૂ અંગે પાસ પરમિટની માંગણી કરતાં તે મળી આવી ન હતી. જોકે પોલીસે વિદેશી દારૂ, કાર, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,85,760/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલ સંતોષભાઈ ગિરાને વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500