સુરતના રાંદેર રોડ રામનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસેથી મોબાઇલ પર ઓનલાઇન ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ અને ટેનિસ જેવી રમત પર સટ્ટો રમતા બે ઈસમોને રંગેહાથ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે આઇડી/પાસવર્ડ આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુત્રો પાસેથે મળતી માહિતી અનુસાર, રામનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક સુભાષ ટેલરની સામે પોલીસે દરોડા પાડયા હતા. જયાંથી મયુર ત્રંબક ટકલે અને વિનય ઉર્ફે વિન્ની ગુરમુખદાસ ટેકવાના ઓને ઝડપી પાડી તેઓના મોબઇલ ચેક કર્યા હતા. મોબાઇલમાં ઓનલાઇન વેબસાઇટ પર પોર્ટોરોઝ (સ્લોવેનીયા) હાર્ડ ડબલ્યટીએ સિંગ્લસ ટુર્નામેન્ટની જાસ્મીન પૌલીની અને અન્ના કાલનીસ્કાયા વચ્ચેની ટેબલ ટેનિસની મેચ પર કોડવોર્ડ આધારિત જુગાર રમી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આઇડી-પાસવર્ડ જય ચોટરાણી (રહે.અડાજણ) એ 5 ટકા કમિશન અને આઇડી/પાસવર્ડ આપી રૂપિયા 10 હજારની ક્રેડિટ આપ્યાની તથા ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ અને ટેનિસ જેવી રમત પર સટ્ટો રમતા હતા. આમ, પોલીસે બંનેના મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 55 હજારના કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500