Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારાનાં રેસ્ટોરન્ટ સંચાલક સાથે ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ

  • April 26, 2025 

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે રેસ્ટોરન્ટ સંચાલકને લોન આપવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ લોન પ્રોસેસીંગનાં નામ પર રેસ્ટોરન્ટ સંચાલક પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા જોકે બાદમાં આ સાયબર ફ્રોડ થયેલ હોવાનું સંચાલકને જણાઈ આવતાં સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યા હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આવેલ સાંઈ બજારમાં સચિન ફાસ્ટફૂડ નામનું રેસ્ટોરન્ટ ચાલનાર દિનેશભાઈ ધાકલુભાઈ હાડળનાં મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી પ્રિયંકા દિલીપ કામલે નામક યુવતીનો કોલ આવ્યો હતો અને તેણીને આ રેસ્ટોરન્ટ સંચાલક દિનેશભાઈ ઘડળને જણાવ્યું હતું કે, ‘આપકો કિતની લોન ચાહીયે’ તો તેમણે કહેલ કે, ‘મને પાંચ લાખની જરૂર છે’ ત્યારે તેઓએ દિનેશભાઈ કહેલ કે ‘મે ચેક કરકે બત્તાતી હું.


ત્યારબાદ આધારકાડ, પાનકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, ફોટા વગેરે ડોક્યુમેન્ટ વોટસઅપ ઉપર મોકલવા જણાવ્યું હતું. જેથી દિનેશભાઈએ માંગેલ બધા ડોક્યુમેન્ટ વોટસઅપ નંબર ઉપરથી મોકલેલા હતા અને અડધા કલાક પછી કોલ કરીને બતાવ્યું હતું કે, ‘તમારી લોન મંજુર થઈ જશે’ તો દિનેશભાઈએ, લોન મેળવવા માટે કોઈપણ બેંકમાંથી અપ્રુવલ લેટર વગેરે હોય છે તો તમારી બેંકનુ પણ મને મોકલો એમ જણાવ્યું હતું, જેથી તેમણે ‘અચ્છા મે ભેજતી હું ‘તેમ કહી થોડા સમયમાં એક India bulls Dhuni લખાણ વાળુ એક લોન અપ્રુવલ લેટર મોકલેલો.


જેમાં દિનેશભાઈના નામથી લોન રૂપિયા ૫,૦૦,૦૦૦/-ની લોન મંજુર થવા માટે પ્રોસેસિંગ ફ્રી રૂ.૧,૯૯૯/-રહેશે એ લખેલ હતુ. જે પ્રોસેસીંગ ફી QR કોડ સ્કેન કરીને રૂ.૨,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા, જેમાં પ્રદીપ શર્મા નામ આવેલ હતું. ત્યારબાદ પણ આ ઠગ ટોળકીએ સંચાલક પાસે ટુકડે ટુકડે કુલ રૂપિયા ૩,૯૯૯/- ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે બાદમાં આ રેસ્ટોરન્ટ સંચાલક દિનેશભાઈને એપુવલ લોનનું લેટર બોગસ લાગતા તેમણે પોતાના નાણાં પરત માંગ્યા હતા. પરંતુ અજાણ્યા દ્વારા તેમને નાણાં પરત કરવાની ના પાડી હતી. ત્યારે તેમને જણાઈ આવ્યું હતું કે તેમની સાથે સાયબર ફોડ થયેલ છે. જે બાદ દિનેશભાઈ હાડળ દ્વારા સાપુતારા પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાવ્યો હતો. હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application