પલસાણા તાલુકાનાં બગુમરા ગામની હદમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતા બે ઈસમો ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, બગુમરા ગામની હદમાં હલધરુ પાટીયા પાસે ધર્મનંદન બિલ્ડીંગ સામે એક દુકાનમાં ઘરેલુ રાધણ ગેસના બાટલા માંથી અન્ય બાટલીમાં જરૂરિયાત મુજબનો ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરી આપતા હોવાની ફરિયાદના આધારે પલસાણા મામલતદારએ સ્થળ ઉપર રેડ કરતા LPG રાંધણ ગેસના મોટા બાટલા નંગ 5, વજન કાંટો, ગેસ રિફિલ કરવાની નોઝલ મળી કુલ રૂપિયા 10,700/-નો મુદ્દામાલ કબકે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે બીજા બનાવમાં અન્ય એક બગુમરા ગામની હદમાં જોળવા પોલીસ ચોકીની બાજુની ગલીમાં આવેલ જે.પી.શોપિંગ સેન્ટરમાં ભાવેશ સ્ટીલ એન્ડ ગેસ નામની દુકાને પલસાણા મામલતદાર અને નાયબ મામલતદારની ટીમે રેડ મારતાં દુકાન માંથી 6 નંગ રાંધણ ગેસના બાટલા 13 નંગ નાના ગેસના બોટલ ગેસ રિફિલ કરવાની નોઝલ, વજન કાટો, વગેરે મળી કુલ રૂપિયા 18,420/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બંને દુકાનો મળી કુલ રૂપિયા 29,120/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500