સુરતના પાર્લે પોઇન્ટ હરહંત પાર્કમાં રહેતા સુલભબાઇ લક્ષ્મીચંદ ઠક્કર અડાજણ પ્રાઇમ આર્કેડ બિલ્ડીંગમાં ટુર ઍન્ડ ટ્રાવેર્લ્સની ઓફીસમાં વકીલાતનું કામકાજ કરે છે. તા.૨૩મી જુલાઇના રોજ તેમના મોબાઇલ ફોન પર એક અજાણ્યા વ્યકિતનું વોટ્સએપ આવ્યો હતો. તેણે અલગ-અલગ ટીકીટ અને ટુર પેકેજના બુકીંગ કરાવવાનું જણાવ્યુ હતુ. જેથી સુલભભાઇએ કોકે કરીને તેની સાથે વાતચીત કરી હતી. અજાણ્યા વ્યકિતએ બેગ્લોરથી સુરત, સુરતથી બેગ્લોર અને દિલ્હીથી અમદાવાદની ૯ ટીકીટોની સાથે હોટલ બુકીંગ કરાવી હતી. આમ કુલ રૂ.૧,૮૮,૬૦૦/-નું પેકેજ નક્કી થયુ હતુ. જૈ પૈસા કે,કાંતિલાલ આંગડીયા મારફતે મોકલી આપવાનું કહી અજાણ્યા શખ્સે રૂ.૧,૬૪,૮૫૦/- મોકલી આપ્યા છે. થોડીવાર પછી કે,કાંતિલાલ આંગડીયા પેઢીમાંથી અન્ય નંબરથી ઠગબાજે ફોન કર્યો હતો કે તમારા પૈસા આવી ગયા છે. ત્યારબાદ થોડા સમય પછી એક વ્યકિતનો ફોન આવ્યો હતો કે દિલ્હી ખાતે બુક કરેલી હોટલમાંથી ચેક આઉટ કરીએ છીએ. જેથી તમે રૂ.૩૧,૫૦૦/- મોકલી આપો.
જેથી સુલભભાઇએ આઇસીઆઇસીઆઇ બેકમાંથી રૂ.૩૧,૫૦૦/- મોકલી આપ્યા હતા. થોડીવાર પછી ફરીથી કે.કાંતિલાલ આંગડીયામાંથી ફોન આવ્યો હતો કે તમારા રૂ.૩૦ હજાર વધુ આવ્યા છે. આમ તમારી કુલ રકમ આવીને લઇ જજો ત્યારબાદ ફરીથી બુકીંગ કરનાર વ્યકિતએ ક્યુઆર કોડ સુલભભાઇને મોકલ્યો હતો. તેમાં રૂ.૩૦ હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા તેમણે ગુગલ-પે થી પૈસા ચુકવી આપ્યા હતા. આમ રૂ.૬૧,૫૦૦/- ચુકવ્યા બાદ સુલભભાઇએ કે,કાંતિલાલ આંગડીયા પેઢીમાં પૈસા લેવા માટે ફોન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવ્યો હતો. જેથી પોતાના ટ્રુ કોલરમાં ચેક કરતા સ્કેમ આવ્યુ હતુ. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતાં સુલભભાઇએ અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ દરમિયાન એક ટીમ મુંબઈ તપાસ માટે મોકલી હતી અને તપાસ દરમિયાન ઠગબાજ અમિત સુરેન્દ્ર ઠાકુર (ઉ.વ.૨૪.રહે,મીરા ભાયંદર રો઼ડ મીરા રોડ ) અને ચિંતન જગદીશચંદ્ર શાહ (રહે, અરીહંત સોસાયટી વિનયનગર મીરા રોડ)ના ઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500