રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્હાઓને શોધી કાઢવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જૂના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે પ્રમાણે શહેરમાં જૂના મોબાઈલ લે વેચ કરનારા વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજીયાત બનાવવાના રહેશે.
આ ઉપરાંત મોબાઈલની વિગત, આઈએમઈઆઈ નં.ની વિગત રાખવી જરૂરી છે. નવા સીમકાર્ડ વેચાણ કરીતી વખતે વિક્રેતાએ ખરીદનારનું નામ, સરનામું માટેના ઓળખના પુરાવા તથા પાસપોર્ટ સાઈઝના ફોટાઓ મેળવવાના રહેશે. તેમજ આ અંગેના રજિસ્ટર પણ નિભાવવાના રહેશે. આ જાહેરનામું તા.૦૧/૦૮/૨૦૨૧ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500