સુરત શહેરનાં પુણા સરગમ પાર્ક સોસાયટીના ઘર નંબર-23માં પિતરાઈ ભાઈ દિનેશસિંહ રાઠોડ સાથે રહેતા સમુંદરસિંહ અમરસિંહ રાઠોડ (ઉ.વ.40) ઘર નજીક ઘર નંબર-28માં ભાડાના મકાનમાં સાડી પર સિલાઈકામ કરે છે. જયારે તેમનો પિતરાઈ ભાઈ દિનેશસિંહ માર્કેટમાં નોકરી કરે છે. જયારે ગત તા.20મી ના રોજ સવારે સમુંદરસિંહ પોતાના ધંધાના સ્થળે ગયા બાદ દિનેશસિંહ ઘરનું કામ પતાવી નોકરીએ ગયો હતો અને રાત્રે તેઓ નવ વાગ્યાના અરસામાં પરત ઘરે ફર્યા હતા તેમજ જમી પરવારી સુવાની તૈયારી કરતા હતા.
તે સમય દરમિયાન રાત્રે 10 વાગ્યના સુમારે સમુંદરસિંહે તિજોરી ખોલી જોયું તો લોકરમાં રાખેલા રૂપિયા 1.59 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા 6000 ન હતા જેથી તેમને ચોરી થયો હોવાની સમજ પડતા સોસાયટીના સીસીટીવી કેમેરા ચકાસ્યા તો બપોરે 12.45 કલાકે 22 થી 25 વર્ષનો સફેદ કલરનુ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલો અજાણ્યો યુવક તેમના ઘરમાં ઉપર ચઢી ઘરના દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી અંદર પ્રવેશતો અને થોડીવાર બાદ થેલી લઈ નીચે ઉતરતો નજરે ચઢ્યો હતો અને આ અજાણ્યા ઈસમે લોકરમાં રાખેલા રૂપિયા 1.59 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા 6000 મળી કુલ રૂપિયા 1.65 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ સમુંદરસિંહે પુણા પોલીસ મથકમાં ગતરોજ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application