સુરત શહેર ટ્રાફિક પોલીસનો ટીઆરબી વિનોદ ભરતસિંહ બધેલ (રહે.મહાદેવનગર, ડીંડોલી) સલાબતપુરા સાંઇ દર્શન માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતો. દરમિયાનમાં ઉમરવાડા ટેકરા તરફથી આવી રહેલા વાહનોને સિગ્નલ બંધ હોવાથી અટકાવ્યા હતા. પરંતુ ટેમ્પો નં. જીજે-૫ બીડબલ્યુ-૬૧૨૪ ના ચાલકે ટ્રાફિક પોઇન્ટ બંધ હોવા છતા ટેમ્પો ચાર રસ્તા પર વાહનને અડચણ રૂપ ઉભો રાખ્યો હતો. જેથી ટીઆરબી વિનોદે ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અકળાયેલા ટેમ્પો ચાલકે તમે લોકો ખોટી રીતે અમને હેરાન કરો છો તેમ કહી ગાળાગાળી કરી વિનોદ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. જેને પગલે અન્ય ટીઆરબી જવાનો દોડી આવતા એકસીડન્ટમાં મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી જનાર ટેમ્પો ચાલક નાનામીયા ભનીમીયા પટેલ (ઉ.વ. ૪૩ રહે. ૧૫૮, બેઠી કોલોની, ઉમરવાડા) ની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application