Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : પોલીસ કમિશનરે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો

  • June 03, 2021 

સુરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકશાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

 

 

 

 

પોલિસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં રાત્રિના ૧૦-૦૦ થી સવારના ૬-૦૦ વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. શહેરના જાહેર રસ્તા/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ફટાકડા ફોડવા/સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા ઉપરાંત જાહેર રસ્તાઓ/રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી વ્યકિત ઉપર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

 

 

 

જયારે સમગ્ર વિસ્તારમાં આવેલી હોસ્પીટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડા/દારુખાનું ફોડવું નહી. ડુમસ પો.સ્ટે. વિસરમાં આવેલા સુરત એરપોર્ટની ફરતી દિવાલ/ફેન્સીગ તારની વાડથી ૫૦૦ મીટરના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. હજીરા અને ઈચ્છાપોર પો.સ્ટેશન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા નહી. આ હુકમનો અમલ તા.૦૧/૦૮/૨૦૨૧ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application