સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 6 જૂન 2021 રોજ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના છત્તરપુર થાના વિસ્તારમાં શ્રીરાજપુરના રહેવાસી નૈના (નામ બદલ્યું છે) નામની પરણિતા પોતાનું બાળક લઈ પિયર જાવ છું એમ કહી પ્રેમી સાથે સુરત ભાગી આવી હતી પિયરમાં પરણીતા નહિ પહોંચતા પતિએ સંબધિત નજીકના પોલીસ મથકના ગુમ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.
સુરત જિલ્લા ગ્રામ્ય 2007થી આજદિન સુધી ગુમ તેમજ અપહરણ રહેલા બાળકો તેમજ વ્યક્તિને શોધવા માટેની ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જે અનુસંધાનમાં કડોદરા પોલિસ ઇન્સપેક્ટર કે.જે.ધડુક નાઓની સૂચનાથી પો.સ.ઇ., કે.કે.સુરતી તેમજ ASI સંજય શર્મા સહિતનો પોલિસ સ્ટાફ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન કડોદરા નીલમ હોટલની સામે એક સ્ત્રી એક બાળક સાથે અસમંજસની સ્થિતીમાં ઉભેલ હતી. જે જોઈ તેઓની પાસે જઈ સહાનુભૂતિથી પૂછપરછ કરતા તેને પોતાનું નામ જણાવ્યું હતું અને તેના બાળકનું નામ જણાવ્યું હતું.
ત્યારબાદ વિગત વાર પૂછપરછ કરતા તેણે તેનો પ્રેમી અહીં નધણીયાતી હાલતમાં છોડી જતો રહેતા નીલમ હોટલ પાસે ઉભી હોવાનું જણાવ્યું હતું. જેથી પરણીતાં પાસે તેના પતિ અને પરણીતાંના માતાનો સંપર્ક કરી કડોદરા બોલાવી સુખદ મિલન કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500