સુરતનાં પલસાણા તાલુકાનાં નિયોલ ગામે આવેલ એક શેરડીના ખેતરમાંથી કડોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કડોદરાનાં લિસ્ટેડ બુટલેગર અકિલ કાદરીએ આ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને સગેવગે કરવાની ફિરાકમાં હતો. જોકે પોલીસે 2.53 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે જણા વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીનાં આધારે, નિયોલ ગામની સીમમાં આવેલ એક શેરડીના ખેતરમાં રેડ કરી હતી.
તે દરમિયાન શેરડીનાં ખેતરમાં સંતાડેલ વિદેશી દારૂની કુલ બોટલ 1757 નંગ કિંમત રૂપિયા 2,53,320/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ વિદેશી દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર અકિલ સૈયદ કાદરી (રહે.ચલથાણ કડોદરા) નાએ ઉતાર્યો હતો અને સુરત શહેરનો બુટલેગર દુર્ગેશ રાજભર ઉર્ફે દુર્ગેશ મારવાડી (રહે.પૂણા ગામ) આ દારૂ સગેવગે કરવાની ફિરાકમાં હતો. કડોદરા પોલીસે આ બંને જણાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500